નવીન: ઉનાળામાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે મોટાભાગના લોકો કાકડી ખાતા હોય છે એવું માનવામાં આવે છે કે તેમાં 96 ટકા પાણી હોય છે જેના લીધે સ્વાસ્થ્ય અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. કાકડીમાં વિટામિન B6, વિટામિન K, વિટામિન C, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન વગેરે જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે.

ઉનાળાની સિઝનમાં લોકો કાકડીને ઘણી રીતે ખાય છે, જેમાંથી એક છે સ્મૂધી બનાવીને તેનું સેવન કરવું. તમે કાકડીમાં કોથમીર મિક્સ કરીને સ્મૂધી બનાવી શકો છો. આ સ્મૂધીની ખાસિયત એ છે કે જો તમારે વજન ઓછું કરવું હોય તો તમે તેને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.

નિષ્ણાતોના મતે, આ સ્મૂધીનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. આવી સ્થિતિમાં, ભૂખ ઓછી લાગશે અને તમે ખાવાની લાલસાથી બચી શકશો. જો કે, આ બંને ઘટકોની સ્મૂધીના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે. અમે તમને આ સ્વાસ્થ્ય લાભો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નિષ્ણાતોના મતે સવારે કે બપોરે કાકડી અને કોથમીરની સ્મૂધી ખાવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. તેમજ કોથમીર પેટને ઠંડુ રાખવામાં મદદગાર છે બીજું કે જો તમારે વજન ઓછું કરવું હોય તો આ ઉનાળામાં કાકડી અને કોથમીરથી બનેલી સ્મૂધીનું નિયમિત સેવન કરો. આ ઉપરાંત ત્વચાને ગ્લોઈંગ અને હેલ્ધી બનાવવા માટે બ્યુટી રૂટીન સિવાય યોગ્ય ડાયટ ફોલો કરવું પણ જરૂરી છે. ઉનાળામાં ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે એવા શાકભાજી અને ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. Decision News ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.)