નવસારી: ગવર્મેન્ટ ડૉક્ટર ફોરમ દ્વારા નવસારી જિલ્લાની વિવિધ ફેકલ્ટીમાં ફરજ બજાવતા આશરે 150થી વધુ ડૉક્ટરો પોતાની માંગણીઓના સમર્થનમાં ચાર એપ્રિલથી હડતાળ ઉપર જોડાતા જિલ્લાની આર્થિક રીતે નબળી પ્રજાને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે નવસારી જિલ્લામાં પ્રજાકીય સેવાની ભાવના રાખતા અને ગ્રામ્ય પ્રજાને અવિરત સેવાઓ પ્રદાન કરતાં જિલ્લાના સી.એસ.સી ના લગભગ 43 ડૉક્ટરો, તદ્ઉપરાંત પી.એચ.સી ના 66 જેટલા ડૉક્ટરો સબસેન્ટર હોસ્પિટલના લગભગ 14 જેટલા ડૉક્ટરો અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કાયમી ડૉક્ટરો મળીને આશરે 150 વધુ ડૉક્ટરો વિવિધ માંગણીઓ ગુજરાત ગવનર્મેન્ટ ડોક્ટર ફોરમ દ્વારા હડતાળ કરાયેલા એલાનના સમર્થનમાં જોડાયા છે.

7-7-17 ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ નોન પ્રેક્ટિસ એલાઉન્સ 2017ના વર્ષથી આપવું 1-7-17થી તારીખ 1-6-2021ના વર્ષ સુધીનું એરિયર્સ ચુકવણી તાત્કાલિક કરવી પગારની મહત્તમ મર્યાદા 2.37 લાખ રૂપિયા મંજૂર કરી ને ત્યારબાદ પેમેન્ટ ફરીથી ચાલુ કરવાની માંગણી આજદિન સુધી સ્વીકારવામાં આવી નથી તેને ધ્યાનમાં લઈને મંજૂરી આપવી. રાજ્યના તબીબી અધિકારીઓને અને મેડિકલ ટ્યુટરોને કેન્દ્રના છઠ્ઠા પગારપંચ મુજબ ચૂકવણીઓ અંગે નિણર્ય કરવો, નિયમિત રીતે બઢતી આપીને ખાલી જગ્યાઓ ભરવામાં આવે તે અંગેની વિવિધ માંગણીઓ પરત્વે ગુજરાત ગવર્મેન્ટ ડૉક્ટર ફોરમ દ્વારા છેલ્લા બે દિવસથી ચલાવી રહેલી હડતાળ અંગે વહેલી તકે નિરાકરણ મળે તે માટે હડતાળિયા ડોક્ટરોએ તેઓની લાંબા સમયથી વણઉકેલી માંગણીઓ પ્રત્યે સરકાર સામે બાંય ચઢાવી છે.