રાજસ્થાન: થોડા દિવસો અગાઉ જ રાજસ્થાનના દૌસા ખાતે ગોલ્ડ મૅડલિસ્ટ સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. અર્ચના શર્માની આત્મહત્યા પાછળ સ્થાનિક રાજકારણીઓની દખલગીરી ઘટના સામે આવતાં સમગ્ર મેડીકલ સર્કલમાં ગરમાવો આવી ગયું છે.
આ સંદર્ભે ખેરગામના છાંયડો હોસ્પીટલના ડૉ નીરવ પટેલનું શું કહેવું છે જુઓ વિડીયોમાં..
હાલમાં સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. એના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વલસાડ અને વલસાડ ઓબ્સ & ગાયનેક સોસાયટીના તબીબો દ્વારા સર્કિટ હાઉસ, વલસાડ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્ડલ લાઈટ પ્રોટેસ્ટ કરવામાં આવ્યો. આ પ્રસંગે એમ. આર. એસોસિએશનના સભ્યો પણ પ્રમુખ પાંડેજીની આગેવાનીમાં મોટી સંખ્યામાં હાજર રહી તબીબોના આંદોલનને સમર્થન જાહેર કર્યુ. આ પ્રસંગે ઉપપ્રમુખ ડો. દેવાંગ દેસાઈ,સેક્રેટરી ડો.નિશિથ પટેલ, ડો. અજય પરમાર, ભૂતપૂર્વ પ્રમુખ ડો ચિરાગ પટેલ, પ્રફુલ્લ મહેતા અને ફોગસી પ્રમુખ ડો કુરેશા કુરેશી અને અન્ય ફોગસી સભ્યો સહિત આઈ. એમ. એ. ના તબીબોએ ભારે મહેનત કરી લોકો સુધી તબીબોની વ્યથા અને વાચા પહોંચાડી હતી.











