કપરાડા: સરકારનું વહીવટીતંત્ર વિકાસ-વિકાસ તો કરે છે પણ શું ખરેખર ગામડાઓ સુધી વિકાસના કામો થયા છે ખરા..! એ એક તપાસનો વિષય છે આજે કપરાડા તાલુકાના ચાવશાળા ગામના બરડા ફળિયામાં જતો રસ્તાની આ હાલત વિશેની વાત કરવી છે અને દ્રશ્યો બતાવવા છે.

જુઓ વિડીયો…

કાશીનાથ ઠાકરે જણાવે છે કે વર્ષોનો સમય વીત્યો પણ રસ્તાની હાલત એ ની એજ રહી.. અનેક વખતે રાજ્ય મંત્રી જીતુભાઇ ચૌધરી સાહેબ અને TDO સાહેબને પણ રજુઆત કરી પણ કોઈ ઉકેલ આવ્યો નહિ. આ રસ્તો પ્રધાન મંત્રી સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો હતો પણ પછી રાજકારણ નજર લાગી ગઈ અને ત્યારથી લઈને ઘણાં બધા રસ્તો ફરી બની ગયા પણ આ રસ્તો ચૂંટણીના પક્ષ પાત ના કારણે બન્યો નહીં એવું ગામના કહેવાતા પ્રતિષ્ઠિત લોકો જણાવે છે.

આપણે સૌ તો લોકશાહી વાળા દેશમાં રહીએ છીએ પક્ષની વાત બરાબર છે પણ સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધીના લોકો માટે બધી પ્રજા અએક સમાન ગણાય છે તો પછી પ્રશ્ન એ થાય કે ચુંટણી પતિ ગયા અને પરિણામ મળી ગયા પછી પણ આવો ભેદભાવ કેમ..? આ યોગ્ય નથી તેથી Decision News અપીલ કરે છે કે જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક નેતાઓએ મતભેદ અને મનભેદ ભૂલી આ ગામના લોકોની અવર-જવરના આ રસ્તાની સુવિધા કરી આપવી જોઈએ.