પાર-તાપી લિંકના આંદોલનના વંટોળને ઠામવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આદિવાસીઓ ગાંધીનગર સુધી પોહચી ગયા છે પણ તેમની જે પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગણી છે તે હજી પણ ઊભી જ છે.જેને લઈને આદિવાસી લોકનેતા અનંત પટેલ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ ચલો દિલ્લીના નારા સાથે દિલ્લીની વાટ પકડી છે.
Decision News સાથે વાત કરતાં લોકનેતા અનંત પટેલ જણાવે છે કે આદિવાસી લોકોના ભારે વિરોધના કારણે આખરે પાર-તાપી રિવર લિંક અપ યોજનાને હાલ પૂરતી સ્થિગત કરાઈ છે પણ આદિવાસી લોકો આ પ્રોજેક્ટ રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છે જે બાબતે હું અને રાઠવા સાહેબ દિલ્લી જઈને ત્યાં પત્રકાર પરિષદ કરીશું અને અમારા પક્ષના દિલ્લીના અગ્રણીઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા વિચારણા ગોઠવીશું જેથી કોઈ ઉકેલ મળી આવે.
લોકનેતા અનંત પટેલ છેલ્લા એક માસથી દક્ષિણ ગુજરાતના અલગ અલગ તાલુકામાં પાર-તાપી લિંક મુદ્દે મહારેલીઓ કરી રહ્યા છે.જેના કારણે આદિવાસી સમાજને સંગઠિત કરીને આંદોલનને મજબૂત થયો છે હવે જોવું એ રહ્યું કે આવનારા સમયમાં આ યોજના મુદ્દે કેવા પરિણામો આવે છે.











