ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકાનાં અનેક ગામોમાં નાની મોટી ચોરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે ચોરીનો ચોંકાવનારો એક કિસ્સો ચીખલીનાં સારવણી ગામનાં ગ્રામપંચાયતની લાઈટના મીટરની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ સારવણી ગ્રામપંચાયતનાં લાઈટના મીટરની ચોરીના કિસ્સાની વાત સારવણી ગામમાં વાયુવેગે વહેતી થઇ ત્યારે ગામના અનેક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો. ગ્રામ પંચાયતના મીટરની ચોરીની વાતો ગામમાં વહેતી થતાં ગામનાં લોકોએ ગામમાં આજુબાજુ તપાસ અને શોધખોળ ચાલુ કરી દીધી હતી અને ત્યારબાદ ગ્રામ પંચાયતના થોડે દૂરથી ખેતરમાં ફેંકી દેવાયેલું ઇલેક્ટ્રીક મીટર તૂટેલી ફૂટેલી હાલતમાં મળી આવ્યું હતું.
ઇલેક્ટ્રીક મીટરની ચોરી વિષે સારવણી ગામના લોકોનું કહેવું છે કે એવુ તો શું ગ્રામ પંચાયતના મીટરમાં કરોડોનો મુદ્દામાલ હતો કે ઈસમએ ઇલેક્ટ્રીક મીટરની ચોરી કરવા મજબૂર બનવું પડ્યું કે કોઈક ઈસમે જાણી ચેતી હેરાન કરવા આવું કૃત્ય કર્યુ હશે. એ હવે તપાસ નો વિષય બની ગયો છે. આ બાબતની ફરિયાદ ગામના સરપંચશ્રી વતી ભીખુભાઈ ચંદુભાઈ પટેલ (ગ્રામ પંચાયતસભ્ય) એ ચીખલી પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી આગળની વધુ તપાસ ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી કરી રહ્યા છે.

