ડાંગ: રાજ્ય સરકાર દ્રારા અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે માટે વિવિધ સરકારી યોજનાઓ લાગુ કરવામાં આવી છે પણ ડાંગના વઘઈ વિસ્તારના ગામોમાં PM મોદીના સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને એમના જ કાર્યકર્તાઓ ધોઈને પી ગયા છે એમણે નવું સૂત્ર અપનાવ્યું છે અમારી સત્તા અમારી યોજના, અમારા માટે જ લાભ..!
Decision Newsએ સ્થળ પર લીધેલ મુલાકાતમાં જાણવા મળ્યું કે ડાંગના લહાનમાળુંગા ગામમાં પીવાના પાણીની ખુબ મોટી સમસ્યા સર્જાઈ હોવા છતાં ગામમાં પીવા અને સિંચાઈ માટે જે મીની પાઈપ લાઈન બનાવવામાં આવી છે તેનો લાભ સત્તા પક્ષના કાર્યકર્તા અને તેમના માનીતા વ્યક્તિઓ જ લઇ રહ્યા છે બાકીના ગ્રામજનોના ઘરે પીવા અને સિંચાઈના પાણી માટે ખુબ જ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. પીવાના પાણી માટે લોકો દુર આવેલા કુવાઓ પર જવા મજબુર બન્યા છે. જુઓ વિડીયોમાં…
આ મુદ્દે ગ્રામજનો સાથે વાત કરતાં ગામલોકોએ જણાવ્યું કે સત્તાપક્ષના કાર્યકર્તાનું કહેવું છે કે જ્યાં સુધી અમારી સત્તા છે ત્યાં સુધી અમારા પક્ષના લોકોને યોજનાઓનો લાભ મળશે. બાકીના લોકોને લાભ મળશે નહિ. હાલમાં લહાનમાળુંગા ગામના લોકો પીવાના પાણીને લઈને ખુબ જ મુશ્કેલ ભરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. જો સત્તા પક્ષને જ યોજનાનો લાભ લેવાનો હોય તો આપણી રાજ્ય સરકારે સ્પેશિયલ જાહેરાત કરી દેવી જોઈએ કે યોજનાઓ બધી સત્તાપક્ષના કાર્યકરો માટે જ છે.. સૌનો સાથ સૌનો વિકાસ ની જગ્યાએ સત્તાપક્ષે અમારી સત્તા અમારી યોજના અમારો લાભ આ સુત્રો ઠેર ઠેર લગાવી દેવા જોઈએ અને જો આ સરકાર ગુજરાતમાં વસતા તમામ લોકોનું સરકાર છે તો આવા બની બેઠેલા સત્તાપક્ષના ઠેકેદારોને પાઠ ભણાવો જોઈએ અને એને સરકારને બદનામ કરવા માટે સજા થવી જોઈએ જેથી ગ્રામવિકાસની સાચા અર્થમાં વિભાવના સાર્થક થાય.

