મહુવા: આજકાલ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ક્રિકેટનો માહોલ જામ્યો છે ત્યારે મહુવા તાલુકાના  ગાંગડીયા સ્પોર્ટસ ક્લબ દ્વારા આયોજીત ત્રિદિવસીય “સાંઈ સ્મૃતિ બિલ્ડર્સ મહુવા પ્રિમિયર લીગ – 2022” નું આયોજન કરવામાં આવ્યું હતું. જુઓ વિડીઓ..

Decision News સાથે વાતચીત કરતાં આયોજક રીતેસભાઈ અને લાલુભાઈનાં જણાવે છે કે ઘણી રસાકસી પછી અવી ઈલેવન, બામણીયા અને ગજાનંદ ગૃપ, બીલખડી વચ્ચે પહેલી સેમી ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ગજાનંદ ગૃપ, બીલખડીનો 32 રને વિજય થયો હતો. બીજી સેમી ફાઈનલ કેક સીટી, વાંસકુઈ અને નીયા સ્પોર્ટ, વાંસકુઈ વચ્ચે રમાઈ હતી જેમાં નીયા સ્પોર્ટ, વાંસકુઈનો 7 વિકેટે વિજય થયો હતો. આમ નીયા સ્પોર્ટ, વાંસકુઈ અને ગજાનંદ ગૃપ, બીલખડી ફાઈનલમાં પ્રવેશ્યા હતાં જેમાં ગજાનંદ ગૃપ, બીલખડીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કરી ૮ ઓવરમાં ૫ વિકેટના નુકસાને 87 રન કરી નિયા સ્પોર્ટને 88 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે નિયા સ્પોર્ટએ 7.3 ઓવરમાં 2 વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. વિજેતા ટીમને 10,0000/- અને રનર્સઅપ ટીમને 50,000/- નું ઈનામ આપવામાં આવ્યું હતું. મેન ઓફ ધ મેચ અજયભાઈ અને મેન ઓફ ધ સીરીઝ કરનભાઈ થયા હતા.

ત્રિદિવસીય “સાંઈ સ્મૃતિ બિલ્ડર્સ મહુવા પ્રિમિયર લીગ – 2022”ની ટુર્નામેન્ટ પ્રસંગે અરવિંદભાઈ બિલ્ડર, તૃષારભાઈ પટેલ, કુલીન પટેલ, યસ્વિનભાઈ પટેલ, હર્ષલ ચૌધરી, પ્રફુલભાઈ પટેલ અને ગાંગડીયાના સરપંચ રીટાબેન પટેલએ હાજરી આપી હતી.