ગુજરાત: ગુજરાતની જનતાને તારીખ 22 માર્ચથી જોરદાર ઝટકો..મોંઘવારીના મારમાં પિસાતા લોકો માટે હવે આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. ગુજરાત એસોસિએશનના જણાવ્યા પ્રમાણે પેટ્રોલમાં પ્રતિ લીટરે 79 પૈસાનો વધારો અને ડીઝલમાં પ્રતિ લીટરે 85 પૈસો વધારો આપવો પડશે.
Decision News આ મુદ્દે પુછતા સામાન્ય લોકો જણાવી રહ્યા છે કે વર્તમાન સમયમાં દરેક વસ્તુઓ મોંઘી થઇ રહી છે દેશમાં શું થઇ રહ્યું છે ગરીબ વધારે ગરીબ બની પીસાઈ રહ્યો છે અને અમીરને મોંઘવારીથી ફર્ક પડતો નથી. કપંની દરેક વસ્તુઓમાં મોંઘવારી કરી વધુ મુનાફો રળી રહી છે અને જનતાના બેહાલ થયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
એક વિપક્ષના નેતાનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો ભવિષ્યમાં પણ આવું જ જોવા મળશે હજુ તો શાકભાજીના ભાવ પણ વધશે.

