આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને 16 માર્ચ, બુધવારે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને જયારે ભગવંત માન ઓફિસ કાર્યભાર ગ્રહણ કરી રહ્યા હતા ત્યારે તેમના પાછળના ભાગે ભીમરાવ આંબેડકર અને શહીદ ભગત સિંહનો ફોટો લાગેલો હતો, પરંતુ ત્યાં મહાત્મા ગાંધીનો ફોટો હતો નહિ આ બાબતે પંજાબમાં વિવાદ શરૂ થઇ ગયો છે
પંજાબ વિપક્ષના નેતા લગાતાર ભગવંત માનને નિશાન બનાવી રહ્યા છે.અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને પહેલાં જાહેરાત કરી હતી કે સત્તામાં આવ્યા પછી મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્યમંત્રી માત્ર ભીમરાવ આંબેડકર અને શહીદ ભગતસિંહની જ તસ્વીરો લગાવવામાં આવશે. માન મુખ્યમંત્રીની ઓફિસમાં આવતાની સાથે જ મહાત્મા ગાંધીની તસ્વીર હટી ગઇ હતી.
યૂથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ ભગવંત માનની સામે નિશાન સાધીને ટવીટ કર્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટી RSSના એજન્ડાને લાગૂ કરી રહી છે. તેમણે ટવીટ કરીને લખ્યું કે જે કામ RSS-BJP ન કરી શકી, તે AAPના સંઘિઓએ કરી બતાવી. માત્ર બાપુની તસ્વીર નથી હટાવી, પણ સંઘના વાસ્તવિક એજન્ડાને લાગૂ કરવાની શરૂઆત થઇ છે. ભગવંત માન હોંશમાં આવો.
સંશોધકોનું માનવું છે કે ભગત સિંહે કયારેય પણ બસંતી કે કેસરી પાઘડી પહેરી નથી તો કાર્યાલયમાં લાગેલી ભગતસિંહના ફોટોમાં પાઘડીનો કલર બસંતી રંગ છે કેમ ? ભગવંત માને મહાત્મા ગાંધીની તસ્વીર ઓફિસમાંથી હટાવીને રાજકારણ શરૂ કરી દીધું છે.











