કપરાડા: લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા દ્વારા આયોજિત આર.એન.સી.ફ્રી. આઈ હોસ્પિટલ, વલસાડ, અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ તથા આદર્શ ક્લિનિક વાપીના સહકારથી આ કેમ્પ પ્રા. ડૉ. આશા ગોહિલ( વલસાડ)ના સક્રિય પ્રયત્નથી યોજાયા હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ ફ્રી મેડિકલ કેમ્પમા દાંતની વિવિધ તકલીફોથી પીડાતા 178 દર્દીઓની સારવાર તથા ફ્રી આઇ કેમ્પમાં 575 લોકોની આંખની તપાસ 438થી વધુ લોકોને મફત ચશ્મા વિતરણ કરાયા. 63 જેટલાં લોકોને મોતિયાના ઑપરેશનની જરૂર હોય એમનું મોતિયાનું ઓપરેશન પણ વિના મૂલ્યે કરવામાં આવશે. ગોપાલ ટ્રસ્ટ સુરત દ્વારા દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ARDF તરફથી શ્રી પારસ પટેલ , શ્રી ઝહીર શેખ ઉપસ્થિત રહ્યા હતા. આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલ, વલસાડ તરફથી ડૉ. પ્રિતેશ દેસાઈ સહિત 15 જેટલા વોલેન્ટિર સભ્યોએ આંખની વિવિધ તકલીફ ધરાવતા લોકોની તપાસ કરી આંખનું નિદાન કર્યુ. આદર્શ ક્લિનિક, વાપીના ડૉ. પ્રતિક પરમાર, ડૉ. તહેસીન વહોરા સહિત 4 આમ બન્ને મેડિકલ કેમ્પના કુલ 19 વિવિધ કામગીરી સાથે જોડાયેલ ટીમના સભ્યો થકી ઉત્કૃષ્ટ સેવા જરૂરિયાતમંદોને મળી. પ્રાથમિક શાળા સુથારપાડાના આચાર્યશ્રી ચેતનભાઈ સમગ્ર શાળા પરિવાર, શ્રી વર્ષાબેન ચૌધરી (ગીરનારા) શ્રી વિમલભાઈ પટેલ (BRC), ડૉ.વિલ્સન મેકવાન, CRC મહેશભાઈ ગાંવિત ,દિનેશભાઈ ગુજોર , ઈશ્વરભાઈ ગવળી તથા શ્રી હાર્દિકભાઈ પટેલ ( એડવોકેટ, ધરમપુર), શ્રી દીપ ચૌહાણ , કવિતા પટેલ, ગામના સરપંચ શ્રી રંજુબેન ગુંબાળે તથા જય શ્રી બજરંગબલી યુવક મંડળનો ખૂબ સરસ સહકાર મળ્યો.