નવસારી:  આજે ૯૨ વર્ષ પૂર્ણ કરેલી દાંડીયાત્રા ઘણી ઈતિહાસને ગર્ભમાં લઈને બેઠી છે આ દાંડીયાત્રા વિષે આજે Decision News વિશેષ અહેવાલ આપ્યો છે. ૧૨ માર્ચે ૧૯૩૦માં અમદાવાદના સાબરમતી આશ્રમથી શરુ થયેલી દાંડીયાત્રા ૨૪ દિવસ ચાલી હતી.

ગાંધીજીની દાંડીયાત્રાના સવાર થી લઈને સાંજ સુધીના કાર્યક્રમની વાત કરીએ તો અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાની શરૂઆત થઈ અને ૧૨ માર્ચ બુધવારે અસલાલી ખાતે રાત્રી રોકાણ ૧૩ માઈલ, ૧૩ માર્ચ ગુરૂવારે નવાગામ ખાતે રાત્રી રોકાણ ૯ માઈલ, ૧૪ માર્ચ શુક્રવારે માતર ખાતે રાત્રી રોકાણ ૧૦ માઈલ, ૧૫ માર્ચ શનિવારે નડિયાદ ખાતે રાત્રી રોકાણ ૧૫ માઈલ, ૧૬ માર્ચ રવિવારે આણંદ ખાતે રાત્રી રોકાણ ૧૧ માઈલ, ૧૭ માર્ચ સોમવારે ગાંધીજી મોન પાળતા હોવાથી આણંદ ખાતે રાત્રી રોકાણ અને આરામ જોવા મળ્યું, ૧૮ માર્ચ મંગળવારે બોરસદ ખાતે રાત્રી રોકાણ ૧૧ માઈલ, ૧૯ માર્ચ બુધવારે કંકાપુરા ખાતે રાત્રી રોકાણ ૧૨ માઈલ, ૨૦ માર્ચ ગુરૂવારે કારેલી ખાતે રાત્રી રોકાણ ૧૧ માઈલ, ૨૧ માર્ચ શુક્રવારે અણખી ખાતે રાત્રી રોકાણ ૧૧ માઈલ, ૨૨ માર્ચ શનિવારે અમોદ ખાતે રાત્રી રોકાણ ૧૨ માઈલ, ૨૩ માર્ચ રવિવારે સમની ખાતે રાત્રી રોકાણ ૧૨ માઈલ, ૨૪ માર્ચ સોમવારે ગાંધીજી મોન પાળતા હોવાથી સમની ખાતે રાત્રી રોકાણ અને આરામ જોવા મળ્યું.

ત્યાર બાદ ૨૫ માર્ચ મંગળવારે દેરોલ ખાતે રાત્રી રોકાણ ૧૦ માઈલ, ૨૬ માર્ચ બુઘવારે અંકલેશ્વર ખાતે રાત્રી રોકાણ ૧૩ માઈલ, ૨૭ માર્ચ ગુરૂવારે માંગરોળ ખાતે રાત્રી રોકાણ ૧૨ માઈલ, ૨૮ માર્ચ શુક્રવારે ઉમરાછી ખાતે રાત્રી રોકાણ ૧૦ માઈલ, ૨૯ માર્ચ શનિવારે ભટગામ ખાતે રાત્રી રોકાણ ૧૦ માઈલ, ૩૦ માર્ચ રવિવારે દેલાડ ખાતે રાત્રી રોકાણ ૧૦ માઈલ, ૩૧ માર્ચ સોમવારે ગાંધીજી મોન પાળતા હોવાથી દેલાડ ખાતે રાત્રી રોકાણ અને આરામ જોવા મળ્યું, ૧ એપ્રિલ મંગળવારે સુરત ખાતે રાત્રી રોકાણ ૧૧ માઈલ, ૨ એપ્રિલ બુધવારે વાંઝ ખાતે રાત્રી રોકાણ ૧૨ માઈલ,3 એપ્રિલ ગુરૂવારે નવસારી ખાતે રાત્રી રોકાણ ૧૩ માઈલ, ૪ શુક્રવારે એપ્રિલ કરાડી ખાતે રાત્રી રોકાણ ૯ માઈલ, ૫ એપ્રિલ શનિવારે ૪ માઈલનું અંતર કાપીને દાંડી ગાંધીજી ૭૮ લોકો સાથે કુલ ૨૪૧ માઈલ ૨૫ માં દિવસે પોહોચ્યા હતા.

આઝાદીમાં મહત્વની ભૂમિકા અદા કરનારી આ દાંડીયાત્રામાં ગાંધીજીએ ૨૯ માર્ચ, ૧૯૩૦ના રોજ પ્રતિજ્ઞા કરી કે, ‘હું કાગડા-કુતરાના મોતે મરીશ, પરંતું સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પછો નહિ ફરું.’ આ દાંડીયાત્રાનું અંતર અમદાવાદથી લગભગ ૩૭૦ કિમી જેટલું હતું.

દાંડીયાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવાં નાનાં-મોટાં નગરોમાં સભાઓ કરી લોકોને સવિનયકાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે કરવાનો તેની સાચી સમજ આપી. દાંડીયાત્રા જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા. દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગૃત કરવા માટે ગાંધીજી અને તેમના સાથીઓ સાથે ૨૪ દિવસની પદયાત્રા બાદ ૫ એપ્રિલ,૧૯૩૦ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે અગરમાંથી મુઠી મીઠું લઇ, મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી.

ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું કે મૈને નમકા કાનૂન તોડ દિયા ! ગાંધીજીએ ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે ‘હુ બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઈમારતના પાયામાં લૂણો લગાડું છું’ દાંડીકુચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્દભુત કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદના ભંગ કરવાના સત્યાગ્રહો પણ થયા. શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બૂદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી હતી.

ભારતની આઝાદીમાં મહત્વનો ભાગ ભજવનાર આ દિવસ આઝાદી તરફ પ્રણાયનો ખુબ જ યાગદાર દિવસ છે. આમ તો ભારતના ઈતિહાસમાં રસ ધરાવતા દરેક વ્યક્તિને દાંડીકુચ યાત્રા વિશે ખ્યાલ તો હશે જ. આધુનિક શિક્ષણ પણ આજે ભારત દેશની આઝાદીમાં ફાળો આપનાર ક્રાંતિકારીને, દાંડીકુચ જેવા બનેલા અનેક પ્રસંગો દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું વિશે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અભ્યાસ કરે જરૂરી છે.