ગુજરાત: મિત્રો.. ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ હતી. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે આ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખની આસપાસ હતી અને ખર્ચો 58 કરોડ 12 લાખ નજીક હતો. ગુજરાતમાં વિવિધ તબક્કે કોઈકને કોઈક કારણોસર રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હતું. જેના કારણે રાજ્યનું બજેટ 3 વાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધી વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના સ્થાપના સમયથી અત્યારસુધીમાં 77 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 20 અંદાજપત્ર લેખાનુદાન સ્વરૂપે, એટલે કે વચગાળાના બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં 77 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 18 બજેટ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ રજૂ કર્યાં છે. જ્યારે નીતિન પટેલે 9 બજેટ રજૂ કર્યાં છે. રૂપાણી સરકારમાં તત્કાલીન નાણામંત્રી નીતિન પટેલે 2,27,029 કરોડ રૂપિયાનું ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ વર્ષ 2021માં રજૂ કર્યું હતું. ત્યારે બધાની નજર આજના ભુપેન્દ્ર સરકારના બજેટ પર રેહશે.