નસવાડી: બીરસા એજ્યુકેશન પ્રેરિત નસવાડી તાલુકાના ડણી ગામે ગ્રામ જનો નાં સહયોગથી ગ્રામ લાઇબ્રેરી તથા જવાહરલાલ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા એકલવ્ય મોડેલ સ્કૂલ પ્રવેશ પરીક્ષા માટેની તૈયારીઓના ભાગ રૂપે નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના હાલ પાંચમા ધોરણમાં અભ્યાસ કરી રહેલા અને નવોદય વિદ્યાલય તથા એકલવ્ય મોડેલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઉત્સુક વિધાર્થીઓ માટે મફત કોચિંગ ક્લાસની શરૂઆત કરવામાં આવી હતી.
બીરસા એજ્યુકેશન તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુરનાં સંયુકત પ્રયાસો તથા ડણી ગામના ડણી ગામના ઉત્સાહી યુવાનોના સહયોગથી શરૂ કરવામાં આવેલ ફ્રી કોચિંગ ક્લાસના ઉદઘાટન પ્રસંગે બીરસા એજ્યુકેશન સાથે સંકળાયેલા ભૂતપૂર્વ નાયબ પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી નગીનભાઈ રાઠવા, નરેન્દ્રભાઈ રાઠવા, ચંદ્રસિંગભાઇ રાઠવા, સંદીપભાઈ રાઠવા, મનોજભાઇ રાઠવા, અલ્પેશભાઈ રાઠવા તથા છોટાઉદેપુર ખાતે જય જવાન સૈનિક ફાઉન્ડેશ નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા સામાજિક કાર્યકર વાલસિંહભાઈ રાઠવા તેમજ ડણી ગામના ઉત્સાહી શિક્ષકશ્રી શંકરભાઈ રાઠવા અને ગામના સરપંચ શ્રી દામાભાઇ રાઠવા સહિત આજુબાજુના ગામના નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટેના કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવવા ઉત્સુક વિધાર્થીઓ પોતાના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
બીરસા એજ્યુકેશનએ છોટાઉદેપુર જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે એક નવી ક્રાંતિની શરૂઆત કરી રહ્યું છે જેમાં થોડા સમય પહેલા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની લેખિત પરિક્ષાઓની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે નિઃશુલ્ક રહેવા જમવા ની વ્યવસ્થા ઓ સાથે તજજ્ઞો દ્વારા વડોદરા ખાતે તથા છોટાઉદેપુર ખાતે મિશન ૧૦૦ના ટાર્ગેટ પર ૨૦૦ થી વધુ ઉમેદવારો માટે મફત કોચિંગ ક્લાસની શરૂઆત કરવામાં આવી છે, અને બીજી પણ ઘણી બધી પ્રવુતિઓ દ્વારા સમાજમાં રચનાત્મક અને સકારાત્મક કાર્યો માટે પ્રતિબદ્ધ બન્યું છે જેમાં સમાજના શિક્ષીત અને બૌદ્ધિક વર્ગ ધીરે ધીરે જોડાય રહ્યો છે. નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા એકલવ્ય મોડેલ સ્કૂલ પ્રવેશ પરીક્ષા ફ્રી કોચિંગ ક્લાસ ઉદ્ઘાટન પ્રસંગે ડણી ગામના, નયનભાઈ રાઠવા, જયેશભાઈ રાઠવા, મુકેશભાઇ, સંજયભાઈ તેમજ ઉત્સાહી શિક્ષકો બળવંતભાઈ સંઘાની, રૈજીભાઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.











