ખેરગામ: ખેરગામ તાલુંકાની ઔરંગા નદીના કિનારે વિશ્વ પ્રસિદ્ધ શ્રીગુપ્તેશ્વર મહાદેવ મંદિરના સંકુલમાં યોજાતો નાધઈમાં લોકમેળો યોજાવાની મજુરી મળતા જ ઉત્સવ પ્રિય પ્રજા આનંદની લાગણીઓ જોવા મળી રહી છે. લોકો આ મેળામાં શ્રીગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં હજારો લોકો દર્શન માટે સોમથી બુધવાર સુધી લોક સેલાબ જોવા મળશે.

નાધાઈમાં ભરાનાર મેળાના સ્થાન પરથી સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં વિવિધ દુકાનદારો ભુસુ,ફરસાણ વાળા અને ચકડોળવાળાઓએ ધામા નાખી દીધા છે. ગુપ્તેશ્વર દાદાના દર્શન માટે વિશાળ મંડપ અને કતાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કોરોના ગાઈડલાઈન્સ ધ્યાન રાખવામાં આવશે.

ત્રણ દિવસ સુધી મેળો યોજાશે ખેરગામ તાલુકામાં લોકમેળો ત્રણ દિવસ સુધી મેળો યોજાશે જેમાં શ્રીગુપ્તેશ્વર મહાદેવ શિવાલયમાં હજારોની સંખ્યામાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરી મહાદેવના દર્શનનો લાભ લેશે.