વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના  ગુજરાત ઈકોલોજી કમિશન ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા આયોજિત કાર્યક્રમમાં આંબાબારી સરપંચશ્રી જયંતીલાલ ભોયાના અધ્યક્ષ પણા હેઠળ પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ યોજાયો.

માનવ વન્યજીવ વચ્ચે ઘર્ષણ અટકાવવા આ જાગૃતિ કાર્યક્રમ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા જયાં જંગલ, જાનવર અને માનવની વસ્તી રહે છે. ત્યાં આ તમામ જીવોને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તે બાબતે પ્રોજેક્ટ દ્વારા ગામના લોકોને અને વિદ્યાથીઓને બતાવી કઈ રીતે ઘર્ષણ કર્યા વગર જીવ બચાવી માનવતાનું કામ કરી રેસ્કયું નુકશાન થયા વગર તેને બચાવી કરી જીવ બચાવવાની પદ્ધતિ બતાવાઈ.

વાંસદા તાલુકાની ગ્રામ પંચાયતોમાં સાદડવેરી આંબબારી જૂથ ગ્રામ પંચાયતના ચાર વખતથી ચૂંટાયેલા સતત જયંતીલાલ ભોંય ની કારકિર્દી ખુબજ તાલુકા કક્ષાએ ખુબજ અગત્યની છે. તેઓ વર્ષોથી ગામના અને લોકોની પડખે રહી અતિ ઉત્તમ વિકાસના કાર્યો કરી રહ્યા છે. તેઓ આદિવાસી ઉત્થાન ફાર્મ પ્રોડ્યુસર ગુજરાતના ડાયરેક્ટર પણ છે 2007 થી સરપંચ તરીકે ગામના શૈક્ષણિક, સામાજિક, આર્થિક રીતે સંપૂર્ણ લોકોને જાગૃત કરી રહ્યા છે. કોરોના કપરા સમયે પણ યોગદાન ખાસ્સુ તેઓના ગામમાં આપ્યું છે. અને વખતો વખત કપરા સમયમાં પણ ગામ અને લોકોની વચ્ચે રહી કામગીરી કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં એમ.જે દેસાઈ માસ્ટર ટ્રેનર માજી વિસ્તરણ અધિકારી જિલ્લા પંચાયત નવસારી, નિકુલ દેસાઈ, લાલજી દેસાઈ, મદદનીશ, આર.એફ.ઓ વિપુલભાઈ રબારી, ગામના લોકો, વિદ્યાથીઓ, શિક્ષકો, અને અનિલભાઈ દેસાઈ રેંજ વાંસદાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.