ગુજરાત: આ વર્ષમાં જ વિધાનસભાની ચૂંટણી આવી રહી ત્યારે સરકાર 2017માં ભરતી થયેલા વિદ્યા સહાયકો ચાલુ વર્ષે કાયમી થવાના હોવાથી તેના માટે મહોત્સવ યોજવા શિક્ષણ વિભાગે દરેક જિલ્લાઓને પરિપત્રથી આદેશ કરવામાં આવ્યો છે.

પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને મોકલાવાયેલા પરિપત્રમાં જણાવાયુ છે કે ચાલુ વર્ષે કાયમી થનારા વિદ્યા સહાયકો માટે કાર્યક્રમ યોજવામાં આવશે. 2017માં જે વિદ્યા સહાયકોની ભરતી થઈ છે. તેઓના પાંચ વર્ષ ચાલુ વર્ષે પુરા થઈ રહ્યાં છે. આથી તેઓ કાયમી થશે અને તમામ પુરા પગારને લાયક બનશે. આવા વિદ્યા સહાયકોને કાયમી તરીકે નિમણૂંક આપતો કાર્યક્રમ બે-ત્રણ જિલ્લા વચ્ચે યોજવા આદેશ કરવામાં આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં બે-ત્રણ જિલ્લાઓ વચ્ચે આ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીના હસ્તે કાયમી નિમણૂંકના નિમણૂંકપત્રો આપવામાં આવશે. આ માટે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને પહોંચાડી દેવા આદેશ કરાયો છે ઉલ્લેખનીય છે કે ધોરણ.1થી 8માં વિદ્યાસહાયકની 3,300 જગ્યાઓ માટે કુલ 83,444 ફોર્મ ભરાયાં છે.

Bookmark Now (0)