કપરાડા: વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ અને કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયકે રીવરલીંક મુદ્દે વાડી ખાતે ગામની મુલાકાત સ્થાનિક રજૂઆતોને ધ્યાનમાં લઈ વાડી ગામે રીવરલીંક અને મધુબનડેમ પ્રભાવિત ડુબાણમાં 8 (આઠ) જેટલા ગામો સંભવિત હોવાની ગામ લોકો સાથે ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાંથી Decision Newsને મળેલી માહિતી અનુસાર કપરાડા તાલુકા આદિવાસી જનતા ધીમી ગતિએ ન્યાય અને સંઘર્ષ માટે રસ્તા પર ઉતરી પોતાના પડકારોને સામનો કરવા જ્યારે અહિંસક વિચારધારા સાથે આવનાર દિવસોમાં પોતાના પરિવાર, આદિવાસી પરિવાર, સમગ્ર તાલુકાના આદિવાસીઓ માટે સંકલ્પ સાથે એક અવાજ કરી ‘ચાલો ગાંધીનગર ‘ ના વિચાર સાથે સમગ્ર વિસ્તારના લોકો જન સંદેશ સાથે યુવા વિચાર ધારા સાથે હક્ક અને અધિકાર માટે આવનાર દિવસોમાં રાજ્ય સરકારના અધિકારીશ્રીઓ સાથે પરામર્શ કર્યા બાદ ભાવિ રણનીતિનો નિર્ણય લેશે..
આ પ્રસંગે ગામનાં સરપંચશ્રી રસુલભાઈ, કોંગ્રેસના સીનીયર આગેવાન અને સુલિયા ગામનાં માજી સરપંચશ્રી સુભાષભાઈ, કરચોંડના સરપંચશ્રી ભીખાભાઈ, તા.પં.ના પૂર્વ સભ્યશ્રી ધર્માભાઈ દેવજીભાઈ ગોંડ, વાડી ગામનાં માજી સરપંચશ્રી રામજીભાઈ, તા.પં.ના પૂર્વ સભ્યશ્રી ચંદુભાઈ, કપરાડા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને ટુકવાડાના માજી સરપંચશ્રી અશ્વિનભાઇ, વાડી ગામનાં આગેવાન મગનભાઈ,વાડી ગામનાં આગેવાન જીવણભાઈ, યુથ આગેવાન વિજયભાઈ જાનાભાઈ, માજી તા.પં.ના સભ્ય રમજુભાઈ, ગામ પંચાયત સભ્ય મગજીભાઈ, કરચોંડના યુવા આગેવાન કમલભાઈ, નારવડ કોંગ્રેસ આગેવાન રતિલાલ મોટી સંખ્યામાં યુવાનો અને ગામનાં આગેવાનો ભાઈ- બહેનો હાજર આપી હતી.