ચીલખી: આજે જયારે આપણે સમાજમાં થતી ચોરી લુંટફાટની ઘટના દિવસે-દિવસે વધતી જય છે ત્યારે માનવતાને જીવંત રાખનારા લોકો પણ હજુ સમાજમાં છે જેની સાબિતી પુરતો કિસ્સો ગતરોજ ચીખલી તાલુકાના 108એમ્બ્યુલન્સના કર્મચારી આપ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના આલીપોર ગામે નેશનલ હાઈવે નંબર 48 પાસે આલીપોર પીએચસી ની બાજુમાં રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અંગે જાણ થતાં એમ્બ્યુલન્સના પાયલોટ નિતેશ પટેલ અને ઈએમટી ભાવેશ પટેલ ઘટનાસ્થળે ધસી ગયા હતા. જ્યાં બાઈક સવાર બેભાન હાલતમાં હતો. તેનું એસ્ક્યું કરી નજીકના ચીખલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. તે આગાઉ ઘટનાસ્થળેથી રૂ. 28710 મળી આવ્યા હતા. જે 108ના કર્મી ભાવેશ પટેલે ત્યાં હાજર ડૉક્ટર અને પોલીસને હાથોહાથ પહોંચાડી માનવતા મહેકાવી હતી. 108 એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થમાં સંજીવની પુરવાર થઈ હતી.
આમ આ ઘટના સમગ્ર ચીખલી વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. અને લોકો 108ના કર્મચારી ભાવેશ પટેલની ઇમાનદારીના વખાણ કરી રહ્યા છે. આ ઘટનામાં અકસ્માતગ્રસ્તના જીવ સાથે રૂપિયાનું પણ રક્ષણ થયું હતું.