ચીખલી: નવસારી જિલ્લાના બહુચર્ચિત ચીખલી પોલીસ મથકે ડાંગના દીકરાઓના કસ્ટોડિયલ ડેથના આરોપીએ નવસારીની ડિસ્ટ્રીક કોર્ટમાં કરેલી જામીન અરજી બીજા અધિક સેશન્સ જજ દ્વારા ફરી વખત એકવાર નામંજૂર કરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારીના બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ મામલાના આરોપી એવા શક્તિસિંહ ઝાલાએ જામીન માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાને બને પક્ષની દલીલ કરવામાં આવી હતી ત્યારે સરકારી વકીલ અને ફરિયાદીના અન્ય વકીલોના સપોર્ટ થી જે દલીલો કરાઈ હતી તેને ગ્રાહ્ય રાખી નવસારીના બીજા અધિક સેશન્સ જજ શ્રી એસ.બી.વ્યાસે આ આરોપીની જામીન અંગેની અરજી નામંજૂર કરી હતી. એટલે કે જામીન આપવા માટે નકારી હતી.

ચીખલી પોલીસ મથકે ડાંગના દીકરાઓના કસ્ટોડિયલ ડેથના આરોપીઓ દ્વારા વારંવાર જામીન માટે અપીલ કરવામાં આવે છે પણ તેમની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરી દેવામાં આવતી છે ત્યારે આદિવાસી સમાજને ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ વધતો જાય છે.