ટેકનોલોજી રિસર્ચ રીપોર્ટ: ઈન્ટરનેટ અને સ્માર્ટફોનની મદદથી હાલમાં તમે તમારી બેંકમાંથી GPay જેવી એપ્સની ઉપયોગ કરી પૈસા ટ્રાન્સફર કરતા હશો પણ વિચારો કે જો ફોન ખોવાઈ જાય તો તમારું GPay એકાઉન્ટ ખોટા હાથમાં જઈ શકે છે અને નુકસાન થઈ શકે છે. આ માટે તમે તમારા GPay એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત બનાવી શકો છો. આવો જઈએ..

સામાન્ય રીતે આપણે GPayની એપ માટે પાસકોડ સેટ કરીએ છીએ ક્યાં તો વધુમાં વધુ સુરક્ષા માટે આપણે ફોનમાં સ્ક્રીન લોકનો પણ ઉપયોગ કરીએ છીએ પણ હેકર્સ તેને સરળતાથી બાયપાસ કરે છે. પણ આજે તમને અમે સ્માર્ટફોનમાં રહેલા GPay એકાઉન્ટને બચાવવા બીજી રીત જણાવવા જઈ રહ્યા છે જો તમારો એન્ડ્રોઈડ ફોન ખોવાઈ જાય છે, તો તમારે પહેલા તમારા બીજા ફોનમાંથી 1800 419 0157 નંબર ડાયલ કરવો પડશે. ત્યારપછી તમારે other issuesનો વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ તમારો કોલ કસ્ટમર કેર એજન્ટ સાથે કનેક્ટ થઈ જશે. તેઓ તમને Google એકાઉન્ટને બ્લોક કરવામાં મદદ કરશે. આ માટે તમારે તમારું રજિસ્ટર્ડ ગૂગલ એકાઉન્ટ અને મોબાઈલ નંબર વેરિફાઈ કરવાનો રહેશે.

આ સિવાય તમે તમારા એન્ડ્રોઈડ એકાઉન્ટમાંથી તમામ ડેટા રિમોટલી ઈરેઝ કરી શકો છો. આ માટે તમારે બ્રાઉઝરમાં android.com/find ઓપન કરવાનું રહેશે. આ પછી તમારે તમારા Google એકાઉન્ટમાં સાઈન ઈન કરવું પડશે.