પ્રેમ પ્રકરણના મામલામાં પ્રેમી પંખીડાઓના અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવતા રહે છે ત્યારે વધુ એક બાવળા તાલુકાનાં ગાંગડ ગામની સીમમાં ઝાડની ડાળીએ લટકીને પ્રેમી-પંખીડા જે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.

લોકચર્ચા છે કે આ કપલ બંને આઠ દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતાં અને યુવતીનાં સગાએ ચુડા પોલીસમાં ગુમ થયાની જાણવા-જોગ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઉપરાંત, યુવતીનાં થોડા દિવસમાં જ અન્ય યુવક સાથે લગ્ન થવાનાં હતાં. યુવતીને જેની સાથે લગ્ન થવાનું હતાં તે યુવક ગમતો નહીં હોવાથી તેમજ લગ્ન કરવા રાજી નહીં હોવાથી તેનાં પ્રેમી સંજય પગી સાથે ભાગી ગઈ હતી. બંનેને લાગ્યું હશે કે, આપણને સાથે રહેવા નહીં દે. આ સાથે જીવવા-મરવાનાં કોલ આપ્યા હોવાથી સાથે ગળો ફાસો ખાઈ મોતને વાહલું કર્યું હોય શકે. હાલમાં યુવકનું નામ સંજયભાઈ સાગરભાઇ પગી અને યુવતીનું નામ શીતલબેન રમેશભાઈ પગી જણાવા મળ્યું છે.

પશુચારવા ગયેલા ગોવાળે ઝાડ પર લટકતી લાશો વિષે બગોદરા પોલીસને જાણ કરી હતી બાદમાં પોલીસે લાશોના PM માટે મોકલી આપીને ગુનો નોંધી પોલીસ આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે પરિવારજનો સહિતના નિવેદનો લેવાની તજવીજ કરી રહી છે.