ચીખલી: ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હાલમાં જ્યારે નવા સરપંચો પોતાનું પદગ્રહણ કરી રહ્યા છે ત્યારે ચીખલીના આલીપોર ગામના ડેપ્યુટી સરપંચ સહિત વોર્ડના સભ્યો દ્વારા ટી.ડી.ઓને પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર થયાની રજુવાત કરવામાં આવી હતી પણ બે વાર ફરિયાદ કરવા છતાં પગલાં નહિ લેવાતા હવે ડેપ્યુટી સરપંચની ધરણાં કરવાની ચીમકી આપવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી અનુસાર ચીખલીના આલીપોર ગામના ડેપ્યુટી સરપંચ ઝહિદ પટેલ સહિત વોર્ડના સભ્યો અને ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે નાણાંપંચના પેવર બ્લોક સહિતના કામો સરકારી જમીનમાંથી લાકડા, કોવીડ- ૧૯ માં સેનેટાઈઝર અને માસ્કનો ખર્ચ રૂપિયા; ૦૪,૯૫,૦૦૦/- દર્શાવેલ છે. તેમાં સહિત મોટા પાયે ભ્રષ્ટાચારના થતા આ અંગે રોજમેળની નકલ સહિત માર્ચ – ૨૦૧૯ જૂન – ૨૦૨૧ એમ અવર નવાર લેખિત મૌખિક રજુવાત ડેપ્યુટી સરપંચ ઝહિદ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને ભ્રષ્ટાચાર અંગે નિષ્પક્ષ તપાસ થાય અને સરપંચ તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

ટી.ડી.ઓ, ડી.ડી.ઓ, એસપી સહિતનાને રજુવાત બાદ પણ કોઈ તપાસ થયેલ નથી. આગામી દિવસોમાં અરજી ધ્યાનમાં ન લેવામાં આવશે તો ગ્રામવાસીઓને ઉચ્ચ ન્યાયાલયમાં પીઆઇએલ કરવાની અને કોવીડ ગાઈડ લાઈન અનુસાર તાલુકા પંચાયત કચેરી સામે ભ્રષ્ટાચાર વિરૂધ્ધ ધરણાં યોજવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.