સોનગઢ:  તાપી નદીના કિનારે આવેલા સોનગઢના વેલઝર ગામમાં પાણી પુરવઠા યોજનાના અનુક્રમે પાણીની ટાંકી બાંધવામાં આવી હતી પણ હાલમાં તે બંધ હાલતમાં પડી રહી છે જેના કારણે પીવાનું પાણીમાં પડતી મુશ્કેલીને લઈને લોકો બુમો પાડતા જોવા મળ્યા હતા.

Decision Newsને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સોનગઢના વેલઝર ગામમાં ગ્રામજનોને ઘરઆંગણે પીવાનું પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ગામના ફળિયાઓમાં પાઈપલાઈન નાખી સ્ટેન્ડ પોસ્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે પણ હાલમાં તે બંધ હાલતમાં છે. લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર જોઈએ તો આ સ્થિતિ એક જ ગામની નથી સોનગઢ તાલુકાના ઘણા ગામડાઓમાં આ પ્રકારની સ્થિતિ છે અને પાણી પુરવઠાની આ યોજનામાં નકરી વેઠ ઉતારવામાં આવી છે

હાલમાં ગ્રામજનો ફળિયામાં હેન્ડપંપના માધ્યમથી પીવાનું પાણી પીવે છે બાકી પાણી પુરવઠાની આ ટાંકી તો ગામમાં શોભાના ગાંઠ્યાના બનીને ઉભી છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે પાણીની આ સમસ્યા અંગે વહીવટીતંત્ર યોગ્ય નિરાકરણ લાવે અને પાણી પુરવઠા વિભાગને તેમની જવાબદારી પ્રત્યે ભાન કરાવે..