ધરમપુર: વલસાડ જિલ્લામાં આજરોજ ધરમપુર તાલુકાના મરઘમાળ, રાજપુરી તલાટ, ખટાણા, મોટીઢોલ ડુંગરી જેવા સમરસ ગામના સરપંચશ્રીઓને ભારત દેશનું બંધારણ આપવામાં આવ્યું જેથી કાયદાકીય લડત લડી ગ્રામવિકાસમાં ઉત્તમ કાર્યો કરી શકાય.
Decision Newsને મળેલી વિગતો અનુસાર મરઘમાળ ગ્રામ પંચાયત સરપંચશ્રી તરીકે શ્રી રજનીકાંત ધીરુભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ તરીકે રાજેશભાઈ મંગુભાઇ પટેલ અને મરઘમાળ ગામે સુંદર લાઈબેરી પણ સરપંચશ્રી દ્વારા બતાવવામાં આવી અને લાઈબેરી જોઈ ઘણો આનંદ થયો. રાજપુર તલાટ ગામે સરપંચશ્રી પ્રફુલ ભાઈ ધનજીભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ તરીકે બાબુભાઇ સમલાભાઈ પટેલ ખટાણા ગામે સરપંચશ્રી તરીકે રક્ષાબેન પ્રદીપભાઈ ગાવીત ડેપ્યુટી સરપંચ તરીકે બિનલબેન સુનિલભાઈ પટેલ સમરસ ગ્રામપંચાયત મોટીઢોલ ડુંગરી ગામે મારા ભગવાન એવા બાબા સાહેબ ને હાર પહેરાવી સરપંચશ્રી તરીકે સુનિતાબેન કે પટેલ અને ડેપ્યુટી સરપંચશ્રી તરીકે વિલિયમભાઈ રમણભાઈ પાચબોડીયા એ હોદ્દો લીધો હતો.
યુવાપ્રિય અપક્ષના નેતા કલ્પેશ પટેલે જણાવ્યું કે સરપંચશ્રી તરીકેના ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબનું સવિધાન ના આપણા હકો, અને તમે મારાથી નહીં પણ હું તમારાથી ઓળખાવ એવી પોતાની આગવી ઓળખ ઉભી કરો એવી શુભેચ્છા આપું છું એમ કહ્યું હતું.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)