ગુજરાત: આપણા રાજ્યમાં વર્તમાન સમયમાં જે જીલ્લાઓ કે તાલુકાઓમાં કોવિડના 100 થી ઓછા કેસ છે. ત્યાં આવેલી અદાલતોમાં ચોક્કસ નિયમો સાથે મર્યાદિત સ્વરૂપમાં પ્રત્યક્ષ સુનાવણીનો આજથી આરંભ થશે.
ગુજરાતની વડી અદાલતે આ માટે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ દર-રોજ સવાર અને બપોરના સત્રમાં 20-20 મળી 40 કેસની સુનાવણી હાથ ધરી શકાશે. વકીલ અને સાક્ષીઓને જ કાર્ટરૂમમાં પ્રવેશ અપાશે. કોર્ટરૂમમાં વકીલ તથા અદાલતના સ્ટાફ સહિત 20 થી વધુ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે નહીં. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું પડશે. કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં આવેલી અદાલતોમાં વિડિયો માધ્મયથી કાર્યવાહી કરાશે. શરદી, કફ, તાવ જેવા લક્ષણો ધરાવતી વ્યક્તિઓને અદાલતમાં પ્રવેશ અપાશે નહીં. બાર ઑફિસ તથા કેન્ટિન બંધ રહેશે. નિષ્ણાતોની સમિતિની ભલામણતાના આધારે પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આમ છતાં, કોઈ તાલુકામાં કોવિડના કેસ 100થી વધે, તો સંબંધિત તાલુકાની અદાલતમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ કરાશે.
આ હેતુથી ગુજરાતના જીલ્લા અને સેશન્સ અદાલતોના ન્યાયાધિશો, કલેક્ટર, પોલીસ વડા, રાજ્યના આરોગ્ય અધિકારીઓ સાથે દરરોજ વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી બેઠકો યોજાશે. આ પ્રકારની પહેલી બેઠક આજે યોજાનાર છે.
BY ચિરાગ તડવી
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)