વાંસદા: ગુજરાતમાં બે દિવસથી આવેલા હવામાનના પલટાની અસર રવિવારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે પ્રમાણમાં વર્તાઇ હતી. આ જિલ્લાઓમાં રાત્રે અને દિવસના તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો. લોકોને દિવસના પણ ગરમ વસ્ત્રો પહેરવા પડયા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી વલસાડ અને ડાંગમાં રાત્રિનું તાપમાન ઘટીને 15 ડિગ્રીની આસપાસ થઇ ગયું હતું. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી યથાર્થ ઠરી રહી છે. દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ગતરોજ 7 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાતા શહેરીજનો ઠંડીમાં રીતસરના ઠૂંઠવાયા હતા. હાલમાં દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ખાસ કરીને આ જિલ્લાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ઉત્તર – પૂર્વ દિશામાંથી ઠંડા પવનો ફૂંકાયા હતા. 7 કિ.મી.ની ઝડપે દિવસ દરમિયાન પવન ફૂંકાતો હતો હિલ સ્ટેશન જેના પગલે લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેર્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં ઠંડા પવનોની ગતિ પણ વધારે રહી છે. આગામી 28 તારીખ સુધી આ જ પ્રકારે ઠંડીનો માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માટે હજી કાતિલ ઠંડીનો સામનો કરવા લોકોએ તૈયાર રહેવું પડશે.

