ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,47,254 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2,51,777 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 703 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,60,58,806 દર્દીઓ સ્વસ્થ છે.
આજે નોંધાયાલા કુલ કેસ સાથે હાલ દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસનો આંકડો 20,18,825 પર પહોંચ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 19,35,912 લોકોના ટેસ્ટ કરાયા છે અને અત્યાર સુધીમાં કોરોનાના 71,15,38,938 લોકોના ટેસ્ટ કરાયા છે. દેશમાં ઓમિક્રૉનના અત્યાર સુધીમાં કુલ 9,692 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટીવીટી દર 16.56 ટકા છે અને રોજનો પોઝિટીવીટી દર 17.94 ટકા છે.
કોરોના રસીકરણ મહાઅભિયાન શરુ થયાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 70,46,779 લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 1,60,43,70,484 રસીના ડોઝ અપાઈ ચુક્યા છે.

