વલસાડ: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામો જે ટૂંક સમયમાં પડોશી કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે તેમાં મેદ્યવાલ, નગર, રાયમલ અને મધુબન જેવા ગામડાઓનો સમાવેશ કરવામાં આવશે.
Decision Newsએ મેળવેલી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વલસાડના ચાર ગામોને દાદરા અને નગર હવેલીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોવામાં ૨૮ જાન્યુઆરીએ યોજાનારી પશ્ચિમી પરિષદની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણયને ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવવાની ગણતરી લગાવવામાં આવી રહી છે. ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેદ્યવાલ ગામ સંપૂર્ણપણે કેન્દ્રશાસિત પ્રદેશથી દ્યેરાયેલું છે જયારે અન્ય ત્રણ ગામો મધુબન ડેમ જળાશય અને દાદરા અને નગર હવેલી વિસ્તારની વચ્ચે આવેલા છે.
ચોમાસામાં આ ગામોનો મોટાભાગનો વિસ્તારો પાણીમાં ડૂબી જતા હોય છે અને આ વિસ્તારોમાં પ્રવેશવા માટે એકમાત્ર રસ્તો કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી જ રહે છે. પ્રસાશનની એવી દલીલ છે કે ગુજરાતના આ ચાર ગામોને કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાની માંગણી લાંબા સમયથી પડતર હતી. જો આ શક્ય બનશે તો આ ગામડાઓમાં પ્રવાસન પ્રવૃત્તિઓ અને રોજગારને વેગ મળશે.











