છોટાઉદેપુર જિલ્લામાંથી કૃષિ ડિપ્લોમા અને બી આર એસના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ સેવકની ભરતીના નિયમોમાં બી એસ સી એગ્રીકલ્ચર, બી એસ સી હોર્ટિકલચર તથા બી ઇનો સમાવેશ રદ કરી તા 1/1/2018ના આર આર લાગુ કરવામાં આવે તેની માંગ સાથે આજ રોજ છોટાઉદેપુર જિલ્લા પાવીજેતપુરના ધારાસભ્ય ગુજરાત વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાને આવેદન પત્ર આપી રજુઆત કરી છે.

આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તા. 11/1/22ના જે નોટિફિકેશન જાહેર થયું છે. જેમાં ગ્રામ સેવકની ભરતીના નિયમો બી એસ સી એગ્રી ક્લચર, બી એસ સી હોર્ટિકલચર, બી ઇનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. જેનાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી આર એસના વિદ્યાર્થીઓ સાથે સીધો અન્યાય થઈ રહ્યો છે. બી આર એસ ના વિદ્યાર્થીઓ માટે સરકારી ક્ષેત્રમાં માત્ર ગ્રામ સેવક પૂરતી જ રોજગારીની તક રહેલી છે. તેમજ વર્ગ 3ની તેમના અભ્યાસ ક્રમને અનુરૂપ ફિલ્ડને લગતી પોસ્ટ છે. જ્યારે બી એસ સી એગ્રી ક્લચર, બી એસ સી હોર્ટિકલચર, બી ઇ વગેરેને એગ્રીકલ્ચર ઓફિસર વિસ્તરણ, અધિકારી જેવી અનેક ભરતીઓ માન્ય ગણવામાં આવે છે. અને રોજગારી માટેના પૂરતા સ્કોપ રહેલા છે. તે તમામ પોસ્ટ માટે કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાના અભ્યાસ ક્રમ અને બી આર એસને લાયક ગણવામાં નથી આવી રહ્યા.

બી એસ સી એગ્રી ક્લચર, બી એસ સી હોર્ટિકલચર, બી ઇ (એગ્રીકલચર)ની શૈક્ષણિક સ્તર ઊંચું હોવાથી બી આર એસ અને ગ્રામ સેવકોની ભરતી નિયમોમાં સમાવેશ ન બરાબર છે. માત્ર ગ્રામ સેવકની ભરતીમાં જ રોજગારીની આશા રાખીને બેઠેલા કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને બી આર એસના વિદ્યાર્થીઓ માટે ગ્રામ સેવકની ભરતીના નિયમોમાં બી એસ સી એગ્રી ક્લચર, બી એસ સી હોર્ટિકલચર, બી ઇ નો સમાવેશ કરવાથી બી આર એસ અને કૃષિ અને ડિપ્લોમા સાથે સીધો અન્યાય છે. તા. 25 નવેમ્બર 2021 ના રોજ પંચાયત વિભાગ દ્વારા ગ્રામ સેવકની ભરતી અંગે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. તે ડિપ્લોમા અને બી આર એસના વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે. જેથી તાત્કાલિક ધોરણે તા. 1/1/18ના આર આર લાગુ નહિ કરવાની માગ સાથે, વિદ્યાર્થીઓએ ગુજરાત કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાને આવેદનપત્ર આપ્યું હતું.

BY ચિરાગ તડવી 

Bookmark Now (0)