ડાંગ: અંતરિયાળ વિસ્તારના લોકોનું જીવન હાડમારી અને મુશ્કેલીઓ ભર્યું હોય છે ત્યાં કોરોના આવવાના કારણે વધુ મુશ્કેલીઓ વધી છે ડાંગના લોકોને કોરોના વેક્સીનેસનને લઈને સ્થાનિક કચેરીઓમાં ધક્કા ખાવાનો વારો આવી રહ્યો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં કોરોના અને ઓમિક્રોનની મહામારીની લહેર ચાલતી છે ડાંગ જીલ્લાની તમામ કચેરીમાં આવતા લોકોએ વેકશિન લીધેલ હોઈ તેને એન્ટ્રી કરવામાં આવે છે પણ અમુક લોકોને આ માહિતી હજુ સુધી પોહચેલ નથી અને અહીં આવતા લોકો પાસે મોબાઈલ અથવા કોવીડ સર્ટી કોઈ સાથે લઇને નથી આવતા અને અમુક લોકો એવા આવે છે ૬૦+મોટી ઉંમર લોકો જે ઓ માંડ માંડ આહવા સુધી પહોંચતા હોઈ છે. અને પોતાનું કામ પૂરૂ કરી નથી શકતા અને કામ પૂરૂ કર્યો વિના પરત જવું પડતું હોય છે.
જો કચેરીઓમાં એક પોઇન્ટ બનાવામાં આવે અને ત્યાં મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ લઇ ત્યાંજ સર્ટી કાઢી આપવામાં આવે અથવા ચેક કરવામાં આવે કે લોકોએ વેક્સીન લીધી છે કે નહિ અને વેકસીન ન લીધી હોય એવાને જગ્યા પર જ વેકશીનેશન કરવામાં આવે તો લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે.

