કપરાડા: વલસાડના જિલ્લાના કપરાડા તાલુકાના આજરોજ સુરત માનવ સેવા સંઘ છાંયડો દ્વારા સહ્યાદ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ બિરસા મુંડા મેદાનની મુલાકાત કરવામાં આવી અને તેના બેહેતરી માટે તમામ પ્રયાસો કરવાનું આશ્વાશન આપ્યું હતું.
Decision Newsને મળેલી વિગતો મુજબ કપરાડા તાલુકામાં રમત માટે કોઈ પણ મેદાનની સુવિધા નથી તે પરિસ્થિતિને જોતા હવે ખાનગી સંસ્થાઓ આગળ આવી રહી છે જેના ભાગ રૂપે આજ રોજ સુરત માનવ સેવા સંઘ છાંયડો દ્વારા સહ્યાદ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ બિરસા મુંડા મેદાનની મુલાકાત કરવામાં આવી હતી.
સુરતથી માનવ સેવા સંઘ કરતા હર્તા વસાવભાઈ દેસાઈ તેમજ ઘોટણ જિલ્લા પંચાયત સભ્ય મીનાક્ષીબેન ગાગોડા રતનભાઈ, રમેશભાઈ, ભગુભાઈ સહ્યાદ્રી ચેરીટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને આજુબાજુ ગામના મુખ્ય આગેવાનો હાજર રહી બિરસા મુડા મેદાનની શોભા વધારી હતી

