ચીખલી: નવસારી જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારના 10 પોલીસ મથકોમાં દારૂ પીધેલા અને ડ્રીંકસ એન્ડ ડ્રાઇવના 160 જેટલા તમામ પીધેલાઓનું નવું વર્ષ પોલીસ સ્ટેશનમાં વીત્યું. જિલ્લા પોલીસે થર્ટી ફર્સ્ટની નાઈટે 96 ફાર્મ હાઉસ ચેક કર્યા.

DECISION NEWSને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લા પોલીસ દ્વારા રાતભર આ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી સાથે જિલ્લા પોલીસે થર્ટી ફર્સ્ટની નાઈટે 96 ફાર્મ હાઉસમાં દારૂની મેહફીલ માણતા લોકોને ઝબ્બે કરવા અભિયાન હાથ ધર્યું હતું.

જેને પગલે પોલીસ ચેકીંગ કરતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી હતી. ચીખલીના વંકાલ સહિતના વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસોમાં તપાસ હાથ ધરાઇ હતી. ચીખલી વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણીની ગતિવિધિ પર પીઆઈ શિલ્પા દેસાઈ,પીએસઆઈ ડી.આર.પઢેરિયા,પી.વી.વસાવા સહિતના સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરી નજર રાખવામાં આવી હતી.

નવસારી જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારના 10 પોલીસ મથકોમાં દારૂ પીધેલા અને ડ્રીંકસ એન્ડ ડ્રાઇવના 160 જેટલા કેસ થયા હતા. નવસારી ટાઉનમાં 24, નવસારી ગ્રામ્યમાં 20, બીલીમોરામાં 31, ચીખલીમાં 22, વાંસદામાં 19, ગણદેવીમાં 14, ખેરગામમાં 09, મરોલીમાં 08, વિજલપોરમાં 07 અને જલાલપોરમાં 06 દારૂડિયા પોલીસ ના હાથે ઝડપાયા હતા.