ચીખલી: સુશાસન સપ્તાહ અંતર્ગત ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગ્રામપંચાયતમાં આજરોજ સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે સરપંચની અધ્યક્ષતામાં સુશાસન ગ્રામસભા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાનવેરીકલ્લા ગ્રામપંચાયતમાં આયોજન કરવામાં આવેલ હતું જેમાં કાર્યલક્ષી અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. એન.આર.એલ.એમ પ્રથમ હપ્તા યોજનાની ટુંકી સમજ 15માં નાણાંપંચના થયેલ રસ્તાના લોકાર્પણ તથા બીજા હપ્તાની રકમ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલ આવાસની માહિતી આપવામાં આવી અને તમામ આવાસ ચાલુ કરવા બાબત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારની ટૂંકી સમજ આપવામાં આવી.

આજના રાનવેરિકલ્લા ગ્રામપંચાયતમાં સુશાસન દિનની ઉજવણીમાં ગ્રામસભામાં ગામના સરપંચશ્રી સવિતાબેન હસમુખભાઈ પટેલ તાલુકા પંચાયત નરેગા વિભાગમાંથી શ્રી દિવાંગ પટેલ ટેકનિકલ અધિકારી (TA) તેમજ આંગણવાડી સુપરવાઈઝર તથા તમામ આંગણવાડી વર્કર તેમજ પંચાયતના તમામ વોર્ડના સભ્યો તથા ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.