ખેરગામ: ગ્રામ પંચાયતની ચુંટણીના પરિણામો ગામડાઓમાં અવનવા કિસ્સાઓ ઊભા કરી ગયા છે ગતરોજ ખેરગામ તાલુકાના બહેજ ગામમાં ગ્રામ પંચાયત ચુંટણીની અદાવત રાખી તળવા ફળિયા ખાતે આદીમજુથ તરફ જતો રસ્તો રાત્રીના 10:00 વાગ્યાની આજુબાજુ જીતનાર પક્ષના આગેવાનો દ્વારા ટ્રેક્ટરથી ખોદી કાઢવાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ ખેરગામ તાલુકાના બહેજ ગામમાં ગ્રામ પંચાયત ચુંટણીની અદાવત રાખી તળવા ફળિયા ખાતે આદીમ જુથ તરફ જતો રસ્તો રાત્રીના 10:00 વાગ્યાની આજુબાજુ જીતનાર પક્ષના આગેવાનો દ્વારા ટ્રેક્ટરથી ખોદી કાઢવામાં આવ્યો હતો જેનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આગેવાનો દ્વારા કરવામાં આવેલું કાર્ય ખરેખર યોગ્ય નથી. જુઓ વિડીયોમાં..

ગ્રામ વિસ્તારોમાં ગ્રામ પંચાયતની ચુંટણી ભાઈ-ભાઈને વિરોધી બનાવીને જાય છે જે કોઈના થી છુપાયેલું નથી લોકોનું કહેવું છે કે ગામમાં વિકાસના કામો થવા જોઈએ નહિ કે થયેલા કામોનો નાશ થવો જોઈએ જો ગામમાં સંપ નહિ હોય તો ગ્રામવિકાસની વિભાવના સાર્થક કેવી રીતે થશે એ ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે.