નવીન: આ તે કેવો પ્રેમ ? જેમાં એક પ્રેમીને બીજા પ્રેમી પર ભરોસો જ ન હોય.. આજે એક એવા જ કિસ્સાની વાત જ્યાં એક પ્રેમીએ પ્રેમલગ્ન કર્યા અને પ્રેમિકા એટલે કે પત્ની પર ચારિત્ર્યની શંકાઓ રાખી ઢોરમાર મારી માથામાં કુકરના ઘા ઝીંકી તેને મરણ પથારીમાં પોહચાડી દીધી અને આખરે તાજા સમાચાર અનુસાર સારવાર દરમિયાન તેની મૃત્યુ થઇ ગયું છે.
Decision Newsએ મેળવેલી માહિતી મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા હળપતિવાસના સુરજભાઇએ 6 વર્ષ પહેલા આરતીબેન સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા અને છેલ્લા ઘણા સમયથી તે પત્નીના ચારીત્ર્ય પર શંકા રાખતો હતો અને અવારનવાર આ કારણે માર પણ મારતો હતો પરંતુ 16 ડિસેમ્બરના રોજ તો તેણે હદ જ વટાવી દીધી અને તેણે આરતીબેનને હાથે પગે અને માથાના કુકરના ઘા માર્યા હોવાનું જણાયું છે જેના કારણે તેણી ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવી પડી હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવની જાન થતા જ મરોલી પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને મૃતક મહિલાના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લેવાઈ છે.
આરતીબેનને માથામાં કુકર મારતા બ્રેઈન હેમરેજ થતા તેનું મોત થયાની આ સમગ્ર ઘટનાનો ચિતાર પીએમ રીપોર્ટમાં આવ્યો હતો. હાલમાં આરોપી પતિની જેલના સળિયા પાછળ છે.

