પારડી: ગતરોજ ખડકી ગામે વચલુ ફળિયું ખાતે રહેતા ગણેશભાઇ બાલુભાઈ પટેલની 17 વર્ષની દીકરી મોહિનીબેનને મોબાઈલ ફોન કેમ સ્વીચ ઓફ રાખ્ય્પ હોવાનો પૂછતામાઠું લાગી આવતાં તેણીએ પોતાના દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે પારડીના ખડકી ગામના વચલા ફળિયામાં રહેતી ગણેશભાઇ બાલુભાઈ પટેલની 17 વર્ષની દીકરી મોહિનીબેન રેટલાવ ખાતે સિવણ કરતી હતી. તેમના પિતા દ્વારા તેને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતાં સાંજે 5 વાગ્યે ઘરે પહોંચેલી મોહિનીને મોબાઈલ કેમ બંધ રાખ્યો હતો એમ પૂછ્યું હતું જેનું મોહિનીને માઠું લાગી આવતા ગતરોજ મોહિનીએ માતા-પિતા સવારે નોકરી પર ગયા તે સમયગાળા દરમિયાન તેના ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ બનવા પામ્યો છે.

પડોશમાં રહેતી ભૂમિકા નામની યુવતી દ્વારા મોહિનીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા આજુબાજુના લોકોને ખબર આપતા બધાએ મળીને નીચે ઉતારી બાઈક પર મોહનદયાળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પણ ફરજ પરના તબીબે મોહિનીને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ પારડી પોલીસને કરાતા તેઓએ લાશનો કબજો લઇ પીએમ કરી વધુ તપાસ હાથ ધરી છે.