રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બાંગ્લાદેશ માટે રવાના થશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિની આ યાત્રા 15 થી 17 ડિસેમ્બર સુધી ચાલશે. તેઓની આ યાત્રા ઢાકામાં 50માં વિજય દિવસના અનુસંધાને 16 ડિસેમ્બરે યોજાનારા સમારોહમાં ભાગ લેવા માટે છે.

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદને વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રિત કર્યા છે. યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશનાં રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધીમંડળ સ્તરની બેઠક કરશે. બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના તેમજ બાંગ્લાદેશનાં વિદેશમંત્રી એ.કે અબ્દુલ મોમેન પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.