ધરમપુર: છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા ધરમપુર BRSના કોલેજના વિધાર્થીઓના આંદોલનનો ગઈકાલે રાતે અંત આવી ગયો વિધાર્થીઓની માંગણી કોલેજના ટ્રસ્ટી મંડળ દ્વારા પુરી કરવાનું લેખિતમાં વચન આપવામાં આવ્યું જેણે લઈને વિધાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.
Decision News દ્વારા આ વિધાર્થી આંદોલનના ગ્રાઉન્ડ રીપોર્ટીંગ કરવામાં આવ્યું હતું. 8 ડીસેમ્બરના રોજ મોંન રેલી સાથે શરુ થયેલું આંદોલનમાં વિધાર્થીઓ દ્વારા વિવિધ માંગણીઓ હતી જેણે લઈને વિધાર્થીઓએ ધરમપુર કચેરીમાં આવેદન આપી બીલપુડી કોલેજ કેમ્પસમાં જ ધરણા પ્રદર્શન માટે બેઠા હતા. કડકડતી ઠંડીમાં ત્રણ દિવસ વિધાર્થીઓ દ્વારા સંઘર્ષ કરવામાં આવ્યો હતો. આ વિધાર્થીઓના આંદોલનને અનેક સમાજિક સંગઠનો અને સામાજિક આગેવાનોનું સર્મથન મળ્યું હતું અને વિધાર્થી પોતાની માંગણી ન જ્યાં સુધી પુરી ન થાય ત્યાં સુધી લડી લેવાના મૂડમાં જણાતા હતા વિધાર્થીઓ પર વિવિધ આક્ષેપ બાજી પણ થઇ હતી. ગાંધી ચિંધ્યા માર્ગે શરુ કરાયેલું આ વિધાર્થી આંદોલન ગઈ કાલે કોલેજના ટ્રસ્ટી મંડળના પ્રમુખ રાઉત સાહેબ દ્વારા વિધાર્થીઓની વિવિધ માંગણીઓ પુરી કરવાની લેખિતમાં બાહેધરી અપાતા ગત્કાલે રાત્રે તેનો સુખદ અંત આવ્યો હતો.
વિધાર્થીઓ Decision News સાથે વાત કરતા જણાવે છે કે કડકડતી ઠંડીમાં અમારી આજની સવાર ગુલાબી છે અમારું ગાંધી ચિંધ્યા માર્ગનું અહિંસક આંદોલન સફળ રહ્યું. અમારી જે સત્ય અને વાજબી માંગણીઓ હતી તેને અમારા ટ્રસ્ટી મંડળ દ્વારા પુરી કરવાનું અમને લેખિતમાં આપવામાં આવ્યું છે અને અમને જણાવ્યું છે કે તમારી માંગણી ૩૦ દિવસમાં પુરી કરવામાં આવશે અમારો સંઘર્ષ રંગ લાવ્યો અને અમને સફળતા મળી અમારા આ આંદોલનમાં સહભાગી બનનારા નામી સમાજિક નેતાઓ, સંગઠનો ગ્રામજનો અને ગુરુજનોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓ દ્વારા મને સહકાર મળ્યો.











