ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના બીલપુડીની BRS કોલેજના વિધાથીઓ પોતાની માંગણીઓ ને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે મોંન રેલ યોજી ધરમપુર તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપી તંત્રને પોતાના પ્રશ્નોને ઉકેલવા રજુવાત કરી હતી પોતાની કોલેજ કેમ્પસમા ધરણા પ્રદર્શન યોજ્યું હતું.
Decision Newsએ મેળવેલ ગ્રાઉન્ડ રીપોર્ટ મુજબ આ ધરણા પ્રદર્શનમા વિધાર્થીઓ પોતાની માંગણી લડી લેવાના મૂડમાં છે ગતરોજ વિધાર્થીઓની માંગણી લઈને ધરમપુરના મામલતદાર કોલેજ કેમ્પસની મુલાકાત લઈને એમની સમસ્યા અને પ્રશ્નો નજરે જોઈ હતી અને આ અંગે તંત્રના ઉચ્ચ અધિકારીઓને અને સંસ્થાના મંડળને જણાવવા કહ્યું હતું ત્યાર બાદ ધરમપુરના અપક્ષના નેતા કલ્પેશ ભાઈ પટેલ દ્વારા રાત્રી દરમ્યાન મુલાકાત લઇ વિધાર્થી ચર્ચા વિચારણા કરી દરેક પરીસ્થિતિ સાથ આપવા અને આંદોલન સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.
કલ્પેશભાઈ પટેલનું Decision Newsને કહેવું છે કે BRS બીલપુડીના વિધાર્થીઓ કડકડતી ઠંડીમાં ધ્રુજતા રહ્યા પણ તંત્રએ નિરાંતની ઊંઘ લીધી. હું તંત્રના અધિકારીઓને, સંસ્થાના મંડળ અને BRS કોલેજના અધ્યાપકો શરમ આવવી જોઈએ જો આ વિધાર્થીઓની જગ્યાએ પોતાના બાળકો હોત તો શું આવી રીતે ખુલ્લા આકાશ નીચે કડકડતી ઠંડીમાં ઊંઘવા દેત ખરા..!?

