વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું છે કે પ્રારંભિક આંકડાથી સંકેત મળી રહ્યા છે કે ઓમિક્રોન કોવિડ વેરિયેન્ટ લોકોને વધુ અને સરળતાથી ફરીથી સંક્રમિત કરી શકે છે, જેઓ કોરોનાથી પહેલાં સંક્રમિત થઈ ચૂક્યા છે. જોકે આ નવા વેરિયન્ટ ઓછો ઘાતક હોવાની શક્યતા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 9419 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ 11.6 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 159 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,46,66,241 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,74,111 લોકોનાં મોત થયાં છે.

ભારતમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,40,97,388 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 8251 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 94,742એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 98.36 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,89,983 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 63.90 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં અત્યાર સુધીમાં 1,30,39,32,286 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 80,86,910 લોકોને રસી આપવામાં આવી હતી.