ગુજરાત: ગુજરાતમાં કોંગ્રેસમાં ફેરફારના પરિવર્તન વંટોળ ઉઠી રહ્યા છે ત્યારે આ વખતે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યનું નામ ખાસ્સું લેવાય રહ્યું છે આ ધારાસભ્યને કોંગ્રેસ ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા બનાવી શકે તેવી અટકળો ચાલી રહી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ ધારાસભ્ય બીજા કોઈ નહીં પણ આદિવાસી પટ્ટીની વાંસદા વિધાનસભા સીટના ધારાસભ્ય અનંત પટેલનું નામ હાલના વિપક્ષી નેતા ભાઈ પરેશભાઈ ધાનાણીની જગ્યાએ ચર્ચામાં આવી રહ્યું છે  અનંત પટેલ આદિવાસી વિસ્તારના લોકનેતા છે વર્તમાન સમયમાં જ ડાંગ-આહવાના સળગતા પ્રશ્ન અંગે જન આંદોલન કર્યા છે. તેઓ આદિવાસીઓના પ્રશ્નો અને અધિકારો માટે સતત સંઘર્ષ કરતા રહ્યા છે.

લોકનેતા અનંત પટેલ સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનું કચ્ચરઘાણ થયું ત્યારે દ.ગુજરાતમાં કોંગ્રેસ જે બેઠકો જીતી વાંસદા બેઠક બહુલક જનસમર્થન સાથે જીતી હતી. લોકોનું માનવું છે કે જો દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે પોતાની પકડ મજબુત બનાવી હોય તો અનંત પટેલ વિપક્ષનેતા બનાવો ખુબ જ જરૂરી છે. હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસના હાઈકમાન્ડ કોનો નામ પર પોતાની પસંદગી ઉતારે છે.