ખેરગામ: આપણા વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીઓને ફસાવી તેમની સાથે દુષ્કર્મની ઘટનાઓ હવે ધીમે ધીમે સામે આવી રહીં છે ત્યારે ગતરોજ ખેરગામ તાલુકામાં 14 વર્ષીય સગીરા સાથે વિધર્મી દ્વારા દુષ્કર્મ કર્યાનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ જોવા મળ્યો હતો.

Decisiઓન Newsને મળેલી માહિતી મુજબ ખેરગામમાં પરપ્રાંતિય સગીર વયની પુત્રીને વિધર્મી યુવાન હિન્દુ નામ જણાવીને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ કરી મેસેજ કરતો હતો. પરંતુ વિધર્મી યુવકની સાચી ઓળખ થઈ જતા સગીરેએ ફ્રેન્ડશિપ રાખવાની ના પાડી દીધી. આમ છતાં વિધર્મી યુવક જબરદસ્તીથી તેના ઘરમાં ઘુસી ચાકુની અણીએ અવારનવાર બળાત્કાર કરતો હતો. સગીરા ધમકી આપી હતી કે જો તે  પ્રેમસંબંધ નહીં રાખે તો પરિવારને જાનથી મારી નાખીશ. આમ સગીરાને ડરાવી છેલ્લા એક વર્ષ દરમિયાન જબરદસ્તી કરી અનેક વખત શારીરિક સુખ તે માણતો રહ્યો હતો.

સમાજમાં બદનામ થવાના દરથી ન નોધાવેલી ફરિયાદ ગતરોજ આખરે પીડિતાના પિતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.