ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના નાનીઢોલ ડુંગરી ગામે ભારતીય મૂળનીવાસી સંઘ તથા ભારતીય મૂળનીવાસી સાંસ્કૃતિક મંચ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે બંધારણ ફૂલોનો હાર અર્પણ અને બંધારણ વિશેની માહિતી લોકોમાં પ્રસારિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.
Decision News સાથે વાત કરતાં કલ્પેશ પટેલ જણાવે છે કે ધરમપુર તાલુકાના નાનીઢોલ ડુંગરી ગામે ભારતીય મૂળનીવાસી સંઘ તથા ભારતીય મૂળનીવાસી સાંસ્કૃતિક મંચ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે બંધારણ ફૂલોનો હાર અર્પણ અને બંધારણ વિશેની માહિતી લોકોમાં પ્રસારિત કરીને ઉજવણી કરી હતી જેમાં ખુબજ મોટી સંખ્યામાં ધરમપુર તાલુકાના ગામોથી યુવાનો વડીલો માતાઓ અને બહેનોએ ભાગ લીધો હતો
આ ઉપરાંત આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ ધરમપુરના પ્રમુખ કમલેશ પટેલ દ્વારા સમાજના લોકો સાથે હક્કો અને અધિકારો વિષે પણ વાતચીત કરી એમને સભાનતાની દિશામાં લઇ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

