વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વલસાડ જિલ્લા તમામ તાલુકાઓની S.T (બસ) કોવિડ-૧૯માં છેલ્લા બે વર્ષથી બંધ થયેલ બસોની તાત્કાલિક માહિતી મોકલવા બાબતે એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ એક સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે આદિવાસી વિસ્તાર ઉમરગામ થી અંબાજી સુધીમાં કોવિડ-૧૯ છેલ્લા બે વર્ષથી વલસાડ જિલ્લામાં અનેક રૂટો બંધ કરવામાં આવેલ જે કામે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ, ગુજરાત સરકાર તથા તમામ જિલ્લાઓના S.T નિયામકશ્રીઓને રજુઆત કરવામાં આવેલ જે મુજબ જન- આંદોલનના કાર્યક્રમ સામે નિયામકશ્રી વલસાડ S.T વિભાગ દ્વારા જરૂરી કામે વાતચીત મુજબ તાત્કાલિક ધોરણે જે રૂટો બંધ થયેલ જેની સોમવાર તારીખ: ૨૯/૧૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.બી.પટેલને વિગતવાર માહિતી સાથે એમના વ્હોટસએપ પર રૂટનું નામ અને ગ્રામ્ય વિસ્તાર તથા મોકલનારનું નામ અને મોબાઈલ નંબર આપવાનો રહેશે.અથવા
આ ઉપરાંત નિયામકશ્રીને ટપાલથી ડાયરેક્ટ માહિતી મોકલવાની રહેશે.જેની વલસાડ જિલ્લાની સર્વે જનતા નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.

