વલસાડ: ગતરોજ MBA રોફેલ કોલેજ, વાપી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, દક્ષિણ ઝોન પ્રભારી તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિહ વાધેલાજીના વિષેશ માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા જી હાજરીમાં જીલ્લાની કારોબારી બેઠક યોજવામાં આવી હતી .
Decision News સાથે વાત કરતાં વલસાડની MBA રોફેલ કોલેજ, વાપી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, દક્ષિણ ઝોન પ્રભારી તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિહ વાધેલાજીના વિષેશ માર્ગદર્શન હેઠળ જીલ્લાની કારોબારી બેઠક આવનારા ગ્રામપંચાયતની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વધુમાં વધુ વિજયી બને એવિ રણનીતિ ઘડવામાં આવી હોવાનું કાર્યકર્તાનું કહેવું છે.
આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતિ ઉષાબેન પટેલ, પ્રભારી શ્રીમતિ શીતલબેન સોની, પ્રભારીશ્રી મધુભાઈ કથીરીયા, જીલ્લા મહામંત્રીશ્રીઓ શ્રીશિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, સાંસદશ્રી ડો. કે સી પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી રમણલાલ પાટકર, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રીની ઉપસ્થિતી હતી. આ બેઠકમાં જીલ્લા કારોબારીના અપેક્ષિત આગેવાનો, મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, જીલ્લા સંગઠનના આગેવાનો, વિવિધ મોરચાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

