ગુજરાત સમાચાર ફોટોગ્રાફ્સ

ગુજરાત: થોડા સમયમાં ગુજરાતમાં ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી કેટલા રૂપિયાનો ખર્ચ કરી શકે તેની ખર્ચની મર્યાદા નિયત કરવામાં આવી છે. જેનું ઉલ્લંઘન ઉમેદવારને કસુરવાર સાબિત કરશે.

Decision Newsએ મેળવેલી જાણકારી મુજબ જોઈએ તો. આયોગના તા.૩-૧૨-૨૦૧૧ના આદેશથી ચૂંટણી દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી લડતા ઉમેદવારો કરવાના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ રાજ્ય ચૂંટણી આયોગના તા. ૧૦/૦૩/૨૦૨૧ના આદેશ અનુસાર તા. ૦૩/૧૨/૨૦૨૧ના આદેશના ક્રમાંક-૦૨ના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ ૧૨ વોર્ડ સુધીની ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ માટે વધુમાં વધુ રૂા. ૧૫૦૦૦, ૧૩ થી ૨૨ વોર્ડ સુધીની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે રૂ. ૩૦,૦૦૦ અને ૨૩ કે ૨૩ વોર્ડથી વધુ વોર્ડની ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીના ઉમેદવાર માટે ચૂંટણીમાં ચૂંટણી ખર્ચ માટે વધુમાં વધુ રૂ ૪૫,૦૦૦ની મર્યાદામાં ખર્ચ કરવો

જ્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. ૩-૧૨-૨૦૧૧ થી બહાર પાડવામાં આવેલા આદેશની અન્ય વિગતો યથાવત રહેશે તેમ ગાંધીનગર રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા તા. ૧૦-૦૩-૨૦૨૧ના બહાર પાડવામાં આવેલ આદેશમાં જણાવાયા મુજબ યથાવત રહેશે.