ગુજરાત: આપણું ગુજરાત ભલેને વિકાસશીલ રાજ્યની હરોળમાં પ્રથમ આવતું હોય છે પણ તેના કેટલાંક ક્ષેત્રોના આંકડાઓ આપણને વિચલિત કરનારા છે જેમાં ગુજરાત રાજ્ય નબળી પરિસ્થિતિને કાબુમાં લાવી શક્યું નથી જેના પર ધ્યાન આપવું સમયની માંગ છે.

ગુજરાત નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ગુજરાતમાં આ રેશિયો 1000 પુરુષે 965 મહિલાઓનો છે. હજુ આવી સકારાત્મક સ્થિતિ આવી નથી.આ ઉપરાંત ગુજરાતમાં પ્રત્યેક મહિલાએ શહેરમાં ફર્ટિલિટી રેટ 1.6 બાળક અને ગ્રામ્ય વિસ્તારમાં બે બાળકનો છે. છેલ્લા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ગુજરાતમાં ફર્ટિલિટી રેટ 2 ટકા હતો અને તે હવે 1.9 ટકા થયો છે.

આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે ગુજરાતમાં 15થી 49 વયજૂથમાં 14% પુરુષ જ્યારે 11% મહિલા હાયપર ટેન્શનની સમસ્યા ધરાવે છે. આ પૈકી 10% પુરુષ, 7% મહિલા હાયપર ટેન્શનના સ્ટેજ-1માં છે. 39% પુરુષને સામાન્ય બ્લડ પ્રેશર હોય છે. ઉંમર વધે તેમ પુરુષ અને મહિલા બંનેમાં હાયપર ટેન્શનનું પ્રમાણ વધતું રહે છે. રાજ્યમાં 15-49 વયજૂથમાં 6% મહિલા, 7% પુરુષને ડાયાબિટિસની સમસ્યા છે અને ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 15થી 49 વયજૂથમાં સરેરાશ 19% પુરુષ જ્યારે 2% મહિલા દારૂનું સેવન કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં 3% મહિલા અને 22% પુરુષ, શહેરી વિસ્તારમાં 1% મહિલા ,15% પુરુષ દારૂ પીતા હોય છે. આ પૈકી 35% પુરુષ સપ્તાહમાં એકવાર અને 31% લોકો દરરોજ દારૂ પીવે છે.