ડાંગ: આજરોજ આમ આદમી પાર્ટીના ડાંગ જીલ્લા માજી પ્રમુખ મનીષભાઈ મારકણાની આગેવાનીમાં ડાંગ જીલ્લા સમાહર્તા સાહેબના મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રતજીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું

Decision Newsને સાથે વાત કરતાં આમ આદમી પાર્ટી ડાંગ માજી પ્રમુખ મનીષભાઈ મારકણા જણાવે છે કે બંધારણમાં આદિવાસી ઓ માટે મૂળ નિવાસી શબ્દ પ્રયોજાય છે. કેટલાક સ્થાપિત હિતો ઘ્વારા આદિવાસી શબ્દના પર્યાય તરીકે વનવાસી શબ્દ પ્રયોગ કરવાની શરૂઆત થઈ છે. જે આદિવાસીઓના બંધારણીય હિતોને નુકશાન કરનાર છે. વનવાસી શબ્દનું ખોટું અર્થઘટન કરી આદિવાસીઓના બંધારણીય અધિકારોને હસ્તાતરણ કરવાનું ષડયંત્ર ચલવાય રહીયુ છે. જે આગામી સમયમાં સંઘર્ષનું સ્વરૂપ નિર્માણ કરી શકે તેમ છે. વર્ગભેદ, અને વર્ગવિગ્રહ નિર્માણ કરવા માટેના આવા શબ્દો પ્રયોગો રાજ્યની શાંતિ અને સલામતી માટે પડકાર રૂપે બને તે પહેલા આ અંગે પુન:વિચારણા કરી વનવાસીને બદલે આદિવાસી શબ્દ પ્રયોગ જ સાર્થક થાય આ અંગે જરૂરી આદેશો કરવા અમારા પક્ષની આદિવાસી સમાજની લાગણી સૂચન અને ભલામણ છે.

જો આવનારા સમયમાં આ વનવાસી શબ્દ નાબૂદ કરવામાં ન આવે તો અમો વિરોધ ગાંધી ચિંધ્યા માર્ગે પ્રદર્શન અમને અને જરૂરત પડયે આંદોલનનો પણ રસ્તો અજમાવીશું.