નર્મદા: નાંદોદ તાલુકાના ધારીખેડા સેજાના રેવન્યુ તલાટીએ ગામના નાગરિક પાસે માતાના મરણ થયા બાદ જમીનના 7/12 તથા 8-અ માંથી તેઓનું નામ કમી કરવા માટે આ મહિલા તલાટીએ પ્રથમ 1000 ની માંગણી કર્યાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી જાણકારી મુજબ નાંદોદ તાલુકાના ધારીખેડા સેજાના રેવન્યુ તલાટીએ ગામના નાગરિક પાસે માતાના મરણ થયા બાદ જમીનના 7/12 તથા 8-અ માંથી તેઓનું નામ કમી કરવા માટે આ મહિલા તલાટીએ પ્રથમ 1000 ની માંગણી બાબતે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.
આ ફરિયાદ પર ત્વરિત એક્શન લેતા રાજપીપલા ACB પી.આઇ બી.ડી.રાઠવાએ તેમની ટીમ સાથે મળીને લાંચના છટકાનું આયોજન કરતા આ તલાટી નિમિષા રાવતને 1000 લાંચ લેતા ઝડપી પડયા હતા. હાલમાં તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી તાલુકા મામલતદાર કરવામાં આવી રહી છે.

